ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિવ્યક્તિ
Revision as of 10:12, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અભિવ્યક્તિ (Expression)'''</span> : સર્જકના ચિત્તમાં પડેલ...")
અભિવ્યક્તિ (Expression) : સર્જકના ચિત્તમાં પડેલા આંતરિક વાસ્તવનું પ્રગટીકરણ, કલાત્મક અભિવ્યક્તિની પ્રક્રિયામાં, જેની અભિવ્યક્તિ કરાય છે તે, જેના દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવે છે તે શબ્દ અને અભિવ્યક્તિ જેના દ્વારા પ્રગટપણે રજૂ થાય છે તે વક્તા, પાત્ર વગેરે – આ ત્રણ ઘટકોનો આંતરસંબંધ એ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કલાવિવેચનમાં ‘અભિવ્યક્તિ’ અને ‘શૈલી’ના સંબંધની પણ ચર્ચા થયેલી છે. કેટલાક વિવેચકોના મતે કલાકારની અભિવ્યક્તિ એ જ એની શૈલી છે. પ.ના.