ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થના ચાર સ્તરો

Revision as of 10:44, 17 November 2021 by KhyatiJoshi (talk | contribs)


અર્થના ચાર સ્તરો (Four levels of meaning) : ડિવાઈન કોમેડી કેવી રીતે વાંચી શકાય એ અંગે એક પત્રમાં ખુલાસો કરતાં કવિ દાન્તેએ અર્થના ચાર સ્તર વર્ણવ્યા છે : વાચ્યાર્થ કે ઐતિહાસિક અર્થ; નૈતિક અર્થ; રૂપકાર્થ; આધ્યાત્મિક કે રહસ્યમય અર્થ. ચં.ટો.