ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આલેખવિજ્ઞાન

Revision as of 09:23, 18 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આલેખવિજ્ઞાન (Grammatology)'''</span> : ઝાક દેરિદાનું આ વિશિષ્ટ ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આલેખવિજ્ઞાન (Grammatology) : ઝાક દેરિદાનું આ વિશિષ્ટ યોગદાન છે. દેરિદાએ સંકેતવિજ્ઞાનને સ્થાને આલેખવિજ્ઞાન અને એ જ રીતે સંરચનાત્મક વિશ્લેષણને સ્થાને વિરચન ગોઠવ્યાં છે. આલેખવિજ્ઞાન ‘લેખન’નું વિજ્ઞાન છે. દેરિદાની ‘લેખન’ અંગેની નવી આલેખકેન્દ્રી વિભાવના ત્રણ સંકુલ શબ્દ પર આધારિત છે : વ્યતિરેક/વ્યાક્ષેપ (differAnce). મૃગણા (Trace) અને મૂળલેખન (Archewriting). ચં.ટો.