ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/એકતા

Revision as of 06:51, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''એકતા(Organic wholeness)''' : કલા અને સાહિત્ય પરત્વેનો આ પા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એકતા(Organic wholeness) : કલા અને સાહિત્ય પરત્વેનો આ પાયાનો સૌન્દર્યલક્ષી માપદંડ છે. આ વિભાવનાની સૌ પ્રથમ રજૂઆત પ્લેટો દ્વારા થઈ. સાહિત્યકૃતિનાં બધાં ઘટકતત્ત્વો તેમની ચોક્કસ આંતરિક વ્યવસ્થા દ્વારા કૃતિને જૈવિક સાવયવતા (Organic wholeness) પ્રદાન કરે છે, એવા સિદ્ધાન્તનું આ સંજ્ઞા પ્રતિપાદન કરે છે. પ્લેટોના મત મુજબ કલામાં એકતા એ વિરોધી તત્ત્વોના સમન્વયના પરિણામરૂપ હોય છે. આ સંદર્ભમાં પ્લેટોએ સજીવ પદાર્થની જૈવિક એકતા અને વાક્યબંધની એકતાની સમાંતરે ચર્ચા કરી છે. તે મુજબ કૃતિમાં એકતા સિદ્ધ કરવા માટે સર્જકે કૃતિનાં ઘટકતત્ત્વોનો સભાનતાપૂર્વક સમન્વય કરવો અનિવાર્ય બને છે. હ.ત્રિ.