ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનિવાર્ય દ્રશ્ય

Revision as of 09:45, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અનિવાર્ય દૃશ્ય(Obligatory Scene) : રજૂઆત થવા અગાઉ ભાવકને જેની અનિવાર્યતાની જાણ હોય એવું નાટક કે નવલકથાનું દૃશ્ય. જેમકે ‘સરસ્વતીચંદ્ર’માં નવીનચંદ્રનું બુદ્ધિધનના ઘેર રોકાવું એ હકીકત સરસ્વતીચંદ્ર અને કુમુદના તે સ્થળે યોજાનારા મિલનદૃશ્યની અનિવાર્યતા ઊભી કરે છે. પ.ના.