ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપાર્જનલેખન

Revision as of 08:39, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉપાર્જનલેખન(Pot-boiler) : માત્ર અર્થોપાર્જનના હેતુથી જ સર્જાયેલી હોય એવી કલા કે સાહિત્યકૃતિ. આ પ્રકારના લેખક કે કલાકારનું પણ આ સંજ્ઞા દ્વારા સૂચન થાય છે. અઢારમી સદીથી આ સંજ્ઞા પ્રચારમાં મુકાઈ. અંગ્રેજી સાહિત્યમાં જોન્સનની નવલકથા Rasselas (૧૭૫૯) – જે લેખકની માતાના અંતિમ સંસ્કાર કરવા તથા તેનું દેવું પૂરું કરવાના પૈસા કમાવાના હેતુથી લખાયેલી) – આનું ઉત્તમ ઉદાહરણ છે. પ.ના.