ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથાનક-વસ્તુસંકલના

Revision as of 10:04, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કથાનક/વસ્તુસંકલના (plot)'''</span> : ઈ.એમ.ફોર્સ્ટર ‘આસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કથાનક/વસ્તુસંકલના (plot) : ઈ.એમ.ફોર્સ્ટર ‘આસ્પેક્ટસ ઓવ ધ નોવેલ’માં કથાનકની સમજૂતી આ રીતે આપે છે : ‘વાર્તા એ સમયાનુક્રમે ગોઠવેલા પ્રસંગોનું નિરૂપણ છે...કથાનક (plot) પણ પ્રસંગોનું નિરૂપણ જ છે પરંતુ અહીં કાર્યકારણ ઉપર વિશેષ ભાર મુકાય છે. રાજા મૃત્યુ પામ્યો અને પછી રાણી મૃત્યુ પામી એ વાર્તા છે. રાજા મૃત્યુ પામ્યો અને શોકને લીધે રાણીનું અવસાન થયું એ કથાનક છે.’’ કથાનકનાં ત્રણ મુખ્ય ઘટકતત્ત્વો છે : આરંભ (Beginning), મધ્ય (Middle) અને અંત (End). વાર્તા કે નવલકથાના સ્વરૂપની ચર્ચામાં વસ્તુસંકલના સૌથી મહત્ત્વના લક્ષણ તરીકે આગળ આવે છે. પ.ના.