ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કસબ

Revision as of 11:22, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કસબ (Artifice)''' : કલાકૃતિના સર્જનમાં ઊર્મિ, કલ્પના, નિષ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



કસબ (Artifice) : કલાકૃતિના સર્જનમાં ઊર્મિ, કલ્પના, નિષ્ઠા વગેરે ઉપરાંત કૃતિના સ્વરૂપ સંદર્ભે કે ભાષાશૈલી સંદર્ભે ‘કસબ’ એ એક મહત્ત્વનું લક્ષણ છે જે મુખ્યત્વે કૃતિના સમગ્ર સ્વરૂપને સુશ્લિષ્ટ બનાવવામાં ભાગ ભજવી શકે. કસબનો વધુ પડતો ઉપયોગ કૃતિના ઊર્મિલક્ષી, વસ્તુગત પરિબળોના અસરકારક વિનિયોગમાં બાધક પણ નીવડી શકે. પ.ના.