ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જિગરખોરી

Revision as of 09:30, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિગરખોરી (Vampirism) : યુરોપમાં જિગરખોર અંગે એક એવી માન્યતા હતી કે અદમ્ય વાસનાયુક્ત મનુષ્ય જો મૃત્યુ પામે તો એનો પ્રેતાત્મા કોઈપણ નિદ્રાધીનનું લોહી ચૂસી પોતાના દટાયેલા સ્થૂલ શરીરને નષ્ટ થતું અટકાવી શકે : અને પ્રેતાત્માને આમ કરતો અટકાવવા એની કબર તોડી પડાતી તેમજ મડદાનું માથું કાપી નખાતું અથવા તો એનું હૃદય ભાલાથી વીંધી નખાતું. સો-સવાસો વર્ષ પહેલાં આવું ઘણું સાહિત્ય યુરોપમાં પ્રગટ થયેલું. ફ્રેન્ચ નવલકથાકાર થિયોફાઈલ ગોશિયાંએ આ માન્યતાનો ઉપયોગ કરી ‘ધ બ્યૂટીફૂલ વેમ્પાયર’ નવલકથા લખી છે ગુજરાતીમાં રમણલાલ સોનીએ એનો ‘મીનાક્ષી’ નામે અનુવાદ કર્યો છે. ચં.ટો.