ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ટ/ટી વી સ્ક્રિપ્ટ

Revision as of 10:02, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ટી.વી. સ્ક્રિપ્ટ : સ્ક્રિપ્ટ એ કોઈપણ દૃશ્યશ્રાવ્ય કાર્યક્રમ માટેનું પ્રારંભિક આવશ્યક અંગ છે. જેમ કોઈ મકાન બાંધવા માટે નકશો, તેમ કોઈપણ દૃશ્યશ્રાવ્ય કાર્યક્રમને રજુ કરવા માટે સ્ક્રિપ્ટની જરૂર પડે છે. એટલેકે ફિલ્મ, ફીચર ફિલ્મ, દસ્તાવેજીચિત્ર, તથ્યચિત્ર ટૂંકું ચલચિત્ર વગેરે કોઈપણ કાર્યક્રમનો પ્રથમ તબક્કો સ્ક્રિપ્ટ છે. તેના વગર શુટીંગ ન થઈ શકે. અલબત્ત, આમાં રમત-ગમતને અંગેના તત્ક્ષણ પ્રસારિત કરાતા કાર્યક્રમોને કેટલેક અંશે અપવાદ ગણી શકાય. તે જ રીતે મુલાકાત લેવાતી હોય તેને પણ અપવાદ ગણી શકાય. પણ આ મુલાકાતની પ્રશનેત્તરીનું આયોજન તો પ્રારંભિક તબક્કે થયું જ હોય છે અને તેટલા પૂરતી સ્ક્રીપ્ટ તૈયાર કરવાની રહે છે. અ.વ્યા.