ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સદીનો અંત

Revision as of 10:48, 26 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સદીનો અંત(Fin de Siecle) ફેંદસિએકલ'''</span> : આ ફ્રેન્ચ સંજ્ઞા મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સદીનો અંત(Fin de Siecle) ફેંદસિએકલ : આ ફ્રેન્ચ સંજ્ઞા મુખ્યત્વે ૧૮૮૦થી ૧૮૯૦ વચ્ચેની યુરોપીય સંસ્કૃતિનો જગત પરત્વેની વિરક્તિનો વિશેષ ભાવ વ્યક્ત કરે છે. આ ગાળા દરમ્યાન ઓસ્કર વાઈલ્ડ, ઓબ્રી બીર્ડઝ્લી અને ફ્રેન્ચ પ્રતીકવાદીઓએ ‘કલા ખાતર કલા’ના સૂત્ર મારફતે કલાના કોઈ નૈતિક કે સામાજિક કાર્યનો નિષેધ કરેલો. જૂના વિચારોને તિલાંજલિ આપી નવા સૌન્દર્યઆદર્શો સ્થાપિત કરેલા. વાસ્તવવાદ અને નિસર્ગવાદની વિરુદ્ધમાં કુદરતની અપૂર્ણતાઓથી અને સાંપ્રતજીવનની એકધારી નીરસતામાંથી છૂટી ‘શુદ્ધ સૌન્દર્ય’ને તાકેલું. ચં.ટો.