ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમબંધ
સમબંધ(Isotopy) : કથાસાહિત્યમાં અર્થએકમોની પુનરાવૃત્તિઓ, જેને કારણે કૃતિમાં એક પ્રકારની સંગતિ ઊભી થાય છે. મધુ રાયની વાર્તા ‘હાર્મોનિકા’માં આવતાં વર્ણન (વેરાન, વગડાઉ જમીન છે, સુક્કો ભૂખરો વાયરો છે. ફાટેલી ચામડીવાળી જમીન છે. જમીન પર ઊખડેલી છાલવાળાં વડનાં, પીપળાનાં ઝાડ છે. તિરાડો પડેલી ઘરની દીવાલો છે)માં શુષ્કતા અને અનાર્દ્રતાનો વિષય પુનરાવૃત્ત થતો જોઈ શકાય છે.
ચં.ટો.