ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તાન્કા
Revision as of 11:29, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
તાન્કા(Tanka) : ૫/૭/૫/૭/૭ અક્ષરોની પાંચ પંક્તિઓમાં કુલ ૩૧ અક્ષરો ધરાવતું ૭મી સદીમાં ઉદ્ભવેલું જાપાનનું પ્રશિષ્ટ કાવ્યસ્વરૂપ. આ સ્વરૂપ ‘વાકા’ કે ‘ઉટા’ તરીકે પણ પ્રચલિત છે; પરંતુ પશ્ચિમની કવિતા પર હાઈકુ જેટલું પ્રભાવક નથી નીવડ્યાું.
જેમકે કિસન સોસાનું તાન્કા / “ખેતર, વૃક્ષો/વ્યોમ પંખીથી ભર્યો/ઓરડો જુઓ! કે અવાવર ઓલી/આજ બારી મેં ખોલી.”
ચં.ટો.