ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તીખા તરુણો

Revision as of 11:30, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તીખા તરુણો (Angry youngmen) : ૧૯૫૦-૬૦નાં કેટલાક બ્રિટિશ લેખકો અને જાહેર વ્યક્તિઓ માટે વપરાશમાં આવેલી સંજ્ઞા. આ ઝુંબેશના લેખકોનાં સર્જનો કંઈક અંશે પ્રતિષ્ઠાવૃત્તિ અને મધ્યમવર્ગીય મનોવૃત્તિની સામેનાં છે. જૉન ઓઝ્બર્નનું નાટક ‘લુક બેક ઇન ઍન્ગર’ આનું કદાચ સૌથી પ્રચલિત ઉદાહરણ કહી શકાય. પ.ના.