ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દરબારી કવિ

Revision as of 11:52, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દરબારી કવિ (Bard, Minstrel) : આ સંજ્ઞા તેના વિશાળ અર્થમાં રાજવી કુંટુંબની પ્રશંસા કરતી ગેયરચનાઓના કવિ ગાયક માટે વપરાય છે. મધ્યકાળમાં રાજકવિ તરીકે રાજાના દરબારમાં વ્યાવસાયિક ધોરણે કવિઓ કાવ્યસર્જન કરતા. ગુજરાતમાં ચારણો-બારોટો આ પ્રકારનું સ્તુતિકારનું કાર્ય કરતા. યુરોપમાં દરબારી કવિ એકસાથે કવિ, પ્રશસ્તિકાર અને વહીવંચાની કામગીરી બજાવતો; જ્યારે આપણે ત્યાં વહીવંચા કે વંશાવળી જાળવનાર બારોટોનો વર્ગ જુદો હતો. આ કવિઓ રાજદરબારમાં જાહેરમાં રાજકીય ઘટનાઓ પર આધારિત ગેયરચનાઓ રજૂ કરતા. તેમની રચનાઓમાં હકીકત અને કલ્પના કોઈ એક બિન્દુએ સેળભેળ થઈ જતી હોવાથી તેનું દસ્તાવેજી મૂલ્ય ઓછું સ્વીકારાયું છે. પ.ના.