ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નજમ

Revision as of 13:33, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs)


નજ્મ : નજમ એ નસ્ર(ગદ્ય)નો વિરોધી શબ્દ છે, તેનો સામાન્ય અર્થ પદ્ય, કવિતા થાય છે. પરંતુ તેની વિશેષતા એ છે કે નજમમાં ગઝલની માફક વિષયવૈવિધ્યની તુલનાએ એક જ વિષયનું સળંગસૂત્ર નિરૂપણ થાય છે અને એમાં છંદ અનિવાર્ય ગણાય છે. અંગ્રેજી શાસન પછી વિકસિત થયેલા આ કાવ્યપ્રકારમાં વિશેષ રૂપે મનુજપ્રણય, સ્વદેશપ્રીતિ તથા સામાજિક સમસ્યા કેન્દ્રસ્થાને રહ્યાં છે. ર.ર.દ.