ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નટી

Revision as of 13:35, 26 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નટી'''</span> : નાટ્યગત પાત્રને પોતાના અભિનય દ્વારા રજૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નટી : નાટ્યગત પાત્રને પોતાના અભિનય દ્વારા રજૂ કરનાર સ્ત્રીકળાકાર તે નટી. કેટલાક દેશોમાં અને કેટલાક સમયગાળામાં સ્ત્રીઓને રંગભૂમિ પર કામ કરવાનો નિષેધ હતો ત્યારે ‘નટી’નું કામ પણ ‘નટો’ જ કરતા. અલબત્ત, સંસ્કૃત નાટકોમાં તો નટીના ઉલ્લેખો છે જ. વળી, સંસ્કૃત નાટકોની પ્રસ્તાવના તો સૂત્રધાર અને નાટ્યનિર્માણમાં તેની સહયોગી એવી નટી જ કરતાં. એ નોંધપાત્ર છે કે સંસ્કૃત નાટકોમાં સ્ત્રીપાત્રોના એટલેકે નટીઓના સંવાદો સંસ્કૃતમાં નહીં પણ પ્રાકૃતમાં બોલાતા. વિ.અ.