ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૉ

Revision as of 03:22, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નૉ (Noh, No)'''</span> : જપાનનો પ્રશિષ્ટ નાટકનો એક પ્રકાર. શિન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નૉ (Noh, No) : જપાનનો પ્રશિષ્ટ નાટકનો એક પ્રકાર. શિન્ટોની ધર્મપૂજાના વિધિના ભાગ રૂપે આ નાટ્યપ્રકાર ચૌદમી સદીમાં જપાનમાં અસ્તિત્વમાં આવ્યો. એક કે બે અંકનાં આ ટૂંકાં નાટકોમાં ધાર્મિક વસ્તુની નીતિમૂલક મીમાંસા કરવાનું વલણ હતું. પ.ના.