ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પીળું પત્રકારત્વ

Revision as of 07:19, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs)



પીળું પત્રકારત્વ(Yellow-Journalism) : અમેરિકામાં ઓગણીસમી સદીના છેલ્લા બે દાયકા દરમ્યાન પ્રચારમાં આવેલી આ સંજ્ઞા પત્રકાત્વનાં તટસ્થ ધોરણોને ચાતરીને સનસનાટી પ્રેરે તે રીતે સમાચારની રજૂઆત કરતા પત્રકારત્વ માટે પ્રયોજવામાં આવે છે. ૧૮૯૫માં ‘ન્યૂયોર્ક વર્લ્ડ’ના એક અંકમાં પીળાં કપડાં પહેરેલા એક બાળકના ચિત્ર (ધ યલો કિડ) ઉપથી આ સંજ્ઞા નક્કી કરવામાં આવી. રંગીન મુદ્રણના ઉપયોગ દ્વારા વાચકોને આકર્ષવાના આ પ્રયોગનો અર્થ-સંદર્ભ લઈ સામાન્ય સામગ્રીમાંથી સનસનાટીપૂર્ણ સમાચાર રજૂ કરવાના વલણને સૂચવવા આ સંજ્ઞા પ્રચારમાં આવી. પ. ના.