ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતાપરુદ્ર યશોભૂષણ

Revision as of 08:53, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રતાપરુદ્ર યશોભૂષણ/(‘પ્રતાપરુદ્રીય’)'''</span>...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



પ્રતાપરુદ્ર યશોભૂષણ/(‘પ્રતાપરુદ્રીય’) : વિદ્યાનાથનો ચૌદમી સદીની પહેલી પચ્ચીસીનો દક્ષિણ ભારતમાં અતિપ્રચલિત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. કારિકા, વૃત્તિ અને ઉદાહરણો ધરાવતા આ ગ્રન્થમાં નાયક, કાવ્ય, નાટક, રસ, દોષ, ગુણ, શબ્દાલંકાર, અર્થાલંકાર, મિશ્રાલંકાર એમ ૯ (નવ) પ્રકરણો છે. સામાન્ય રીતે ગ્રન્થ ‘કાવ્યપ્રકાશ’ને અનુસરે છે પરંતુ અલંકારની બાબતમાં એ ‘અલંકારસર્વસ્વ’ને અનુસરે છે. આ ગ્રન્થ પર મલ્લિનાથના પુત્ર કુમારસ્વામીની ‘રત્નાયણ’ ટીકા ઉપલબ્ધ છે. વિદ્યાનાથ આંધ્રપ્રદેશના કાકતીયવંશી રાજા પ્રતાપરુદ્રના આશ્રિત હતા. આ ગ્રન્થનાં બધાં જ ઉદાહરણ રાજા પ્રતાપની પ્રશસ્તિના રૂપમાં છે. ચં.ટો.