ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિકાષ્ઠા

Revision as of 09:01, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રતિકાષ્ઠા (Anti-Climax)'''</span> : પરિચ્છેદ, પદાવલી કે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



પ્રતિકાષ્ઠા (Anti-Climax) : પરિચ્છેદ, પદાવલી કે સંભાષણમાં ઉદાત્ત અનુભવમાંથી અણધારી રીતે સાધારણ, ક્ષુલ્લક અનુભવમાં ભાવકને લઈ જતી પ્રવિધિ. આ સંજ્ઞાની સૌપ્રથમ સમજૂતી જોન્સન આ રીતે આપે છે : ‘જેનો અંતિમ ભાગ શરૂઆતની સરખામણીમાં કશુંક ઊતરતી કક્ષાનું રજૂ કરે એવું વાક્ય.’ આ પ્રવિધિ સાહિત્યકૃતિમાં એકથી વધુ રીતે પ્રયોજવામાં આવે છે. કટાક્ષ કે વ્યંગનો ભાવ પ્રગટ કરવાના હેતુસર સર્જક આ પ્રવિધિ સભાનતાપૂર્વક પ્રયોજે છે. ઉપરછલ્લી રીતે ઉદાત્ત જણાતા ભાવ કે વિચારનું વાસ્તવિક મૂલ્ય દેખાડવા માટે પણ આ પ્રવિધિ ઉપયોગમાં લેવાય છે. પ.ના.