ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિસ્થાપના

Revision as of 10:01, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs)


પ્રતિસ્થાપના(Antithesis) : વિરોધમૂલક વિચારોને કેન્દ્રમાં રાખી બે સમાન્તર વ્યાકરણિક રચનાવાળાં વાક્યોને કે વાક્યખંડોને જ્યારે સમતુલન સાથે સામસામે તોળ્યાં હોય ત્યારે આ સંજ્ઞા લાગુ પડે છે. અહીં પહેલું વાક્ય સ્થાપના કરે છે, જ્યારે બીજું એની પ્રતિસ્થાપના કરે છે : જેમકે ‘ઘાવ આપવા ઇચ્છુક અને છતાં ઘા કરવાને ભયભીત.’ ચં.ટો.