ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્કૃતિપરક કાવ્યશાસ્ત્ર

Revision as of 11:52, 27 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંસ્કૃતિપરક કાવ્યશાસ્ત્ર(Cultural poetics)'''</span> : નવી ઇતિહાસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંસ્કૃતિપરક કાવ્યશાસ્ત્ર(Cultural poetics) : નવી ઇતિહાસ-દૃષ્ટિના પ્રવેશથી કાવ્યશાસ્ત્ર સંસ્કૃતિપરકતા તરફ ઢળેલું છે. આને કારણે સાહિત્યવિવેચન સાહિત્યકૃતિના ઐતિહાસિક સંદર્ભોથી મૌલિકપદ્ધતિએ અભ્યાસ કરી રહ્યું છે. ચં.ટો.