ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાક્ષરજયંતી

Revision as of 12:00, 27 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાક્ષરજયંતી''' </span>: સાક્ષરજયંતી સાથે વિદ્યમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાક્ષરજયંતી : સાક્ષરજયંતી સાથે વિદ્યમાન કે દિવંગત સાહિત્યકારની સાહિત્યસેવાને અનુલક્ષીને યોજાતા આદર-ઉત્સવનો સંદર્ભ સંકળાયેલો છે. એ નિમિત્તે સાહિત્યકારની તેમનાં ૫૦, ૬૦ કે ૭૫ વર્ષ તેમજ જન્મ કે અવસાન-સંવત્સર વેળાએ એના સાહિત્યિકપ્રદાનનું મૂલ્યાંકન-પુનરાવલોકન થાય છે. એમ થતાં, નવી પેઢીને મૂર્ધન્ય સાહિત્યિકારની પ્રતિભાથી વાકેફ પણ કરી શકાય છે. અભિનંદનગ્રન્થ, અધ્યયનગ્રન્થ, સંસ્મરણગ્રન્થ તેમજ સાહિત્યકારના સર્જન-સંશોધન-વિવેચન વિષયની વિશિષ્ટ વિચારણા કરતા અભ્યાસગ્રન્થોનું તેમજ એ અંગેની ચર્ચા-વિચારણાનું આયોજન સાહિત્યચેતનામાં નવી ગતિ પ્રેરે છે. ગુજરાતી સાહિત્યમાં નર્મદ-દલપતરામથી માંડીને ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ, આનંદશંકર ધ્રુવ, કાકાસાહેબ કાલેલકર વગેરે સાક્ષરોની જયંતીઓની ઉજવણી ઉલ્લેખનીય છે. ર.ર.દ.