ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાટ્યાત્મક વ્યંગોક્તિ

Revision as of 04:44, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નાટ્યત્મક વ્યંગોક્તિ (Dramatic Irony) : જ્યારે પ્રેક્ષકો રંગમંચ પરની પરિસ્થિતિનો અર્થ અને તેના સૂચિતાર્થો સમજી શકે અને પાત્રો તે પામી શકતાં ન હોય તેને નાટ્યત્મક વ્યંગોક્તિ કહે છે. આવું સુખાન્ત અને કરુણાન્ત નાટકોમાં સહજ છે. પ.ના.