ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાદટીપ

Revision as of 07:12, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પાદટીપ/પાદટીકા (Footnote) : પુસ્તકમાં પૃષ્ઠના તળભાગે પૃષ્ઠ પરના લખાણ સંદર્ભે મુકાતી ટૂંકીનોંધ, સમજૂતી કે ટિપ્પણી. આ દ્વારા પાન પરના મુખ્ય વક્તવ્યમાં ગૌણ કે એને સંબંધિત વીગત ઉમેરાતી હોય છે. સાહિત્યવિવેચનના કે શોધપ્રબંધના ગ્રન્થમાં આ પ્રકારનો સંદર્ભનિર્દેશ ઉપકારક થતો હોય છે. ચં.ટો.