ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુનર્લબ્ધિ

Revision as of 07:26, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પુનર્લબ્ધિ(Recuperation) : કોઈપણ સાહિત્યકૃતિનું આકલન કે એનું અર્થઘટન કરવું એટલે સંસ્કૃતિથી પ્રાપ્ત બનતી વ્યવસ્થાની કે તંત્રની રીતિઓ અંતર્ગત એને ખેંચી લાવવાનો પ્રયત્ન કરવા બરાબર છે. આ પ્રક્રિયાને સ્વાભાવિકીકરણ ઉપરાંત બીજી અનેક સંજ્ઞાઓથી સંરચનાવાદીઓ ઓળખે છે, એમાંની પુનર્લબ્ધિ સંજ્ઞા કશું પણ નકામું ન જવા દેવા પર અને આકલનની ક્રિયા દરમ્યાન કશું પણ છટકી ન જવા દેવા પર ભાર મૂકે છે. આ ઉપરાંત રશિયન સ્વરૂપવાદીઓ અભિપ્રેરણા સંજ્ઞા હેઠળ વસ્તુઓને પ્રમાણિત કરી કશું અસંગત કે યાદૃચ્છિક નથી એમ બતાવે છે. ચં.ટો.