ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભ્રાન્તિ
Revision as of 15:50, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભ્રાન્તિ/ભ્રાંતિમાન'''</span> : અધિક સાદૃશ્યને કારણે જ...")
ભ્રાન્તિ/ભ્રાંતિમાન : અધિક સાદૃશ્યને કારણે જ્યારે પ્રસ્તુતમાં અપ્રસ્તુતની નિશ્ચયાત્મક ભ્રાંતિ થાય તો તે ભ્રાંતિમાન અલંકાર થયો કહેવાય. એટલેકે ઉપમેયમાં ઉપમાનનો વાસ્તવિક ભ્રમ થાય તે ભ્રાંતિમાન. અલબત્ત, આ ભ્રાંતિ ચમત્કૃતિપૂર્ણ હોવી જોઈએ. જેમકે “પાત્રમાં પડેલાં ચન્દ્રનાં કિરણોને બિલાડો દૂધ માનીને ચાટે છે. વૃક્ષોનાં છિદ્રોમાંથી જમીન પર પડતાં કિરણોને હાથી બિસતંતુ માનીને પકડવાનો પ્રયત્ન કરે છે.”
જ.દ.