ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહાકથા

Revision as of 08:31, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મહાકથા'''</span> : રુદ્રટે ‘કાવ્યાલંકાર’માં સૂચવેલો ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહાકથા : રુદ્રટે ‘કાવ્યાલંકાર’માં સૂચવેલો ગદ્યકાવ્યનો પ્રકાર. ઇષ્ટદેવની વંદના અને વંશવર્ણનથી આરંભાતી આ અનુપ્રાસયુક્ત કથામાં અન્ય કથા દ્વારા મુખ્ય કથાનો સંકેત આપી મુખ્ય કથા શરૂ થાય છે. કન્યાપ્રાપ્તિ કે રાજ્યપ્રાપ્તિ એ મુખ્યત્વે કથાની અંતિમ ફલશ્રુતિ હોય છે. પ્રાકૃત અને અપભ્રંશમાં પણ ગાથાછંદમાં આ પ્રકારની રચના થયેલી છે. ચં.ટો.