ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મુખપૃષ્ઠ

Revision as of 10:08, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મુખપૃષ્ઠ(Title page)'''</span> : પુસ્તકનું શીર્ષક, લેખકનું નામ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મુખપૃષ્ઠ(Title page) : પુસ્તકનું શીર્ષક, લેખકનું નામ તથા ક્વચિત્ પ્રકાશકસંસ્થાનો નિર્દેશ ધરાવતું ગ્રન્થાવરણ. પુસ્તકમાંની કથ્ય-સામગ્રીના ચિત્રાત્મક સાંકેતિક નિર્દેશ ઉપરાંત વાચકોને ગ્રન્થાકૃષ્ટ કરવા માટે મુખપૃષ્ઠ પર પુસ્તકના વિષય અને સ્વરૂપ અનુસાર રેખાંકન કે છબીનો ઉપયોગ થાય છે. તો તેના શીર્ષક અને લેખકનામ માટે વિવિધ આકાર-પ્રકાર-શૈલીના સુશોભિત અક્ષરાંકનની મદદ પણ લેવાય છે. ર.ર.દ.