ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૂર્ત સાર્વભૌમિક

Revision as of 10:32, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મૂર્ત સાર્વભૌમિક(Concrete Universal)'''</span> : આદર્શવાદી ફિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મૂર્ત સાર્વભૌમિક(Concrete Universal) : આદર્શવાદી ફિલસૂફીમાં હેગલ પાસેથી મળેલી આ સંજ્ઞા જ્યારે સાહિત્યક્ષેત્રમાં આવે છે ત્યારે એનો લાક્ષણિક અર્થ થાય છે મૂર્ત કલ્પના દ્વારા વ્યક્ત થતો સામાન્ય વિચાર. પ્રવર્તમાન વિવેચનમાં આ સંજ્ઞા, કલા જે વિશેષ અને સામાન્ય વચ્ચે, વૈયક્તિક અને સાર્વભૌમિક વચ્ચે એકત્વ સાધે છે તે સૂચવે છે. આ સંજ્ઞાએ વિ. કે. વિમ્સેટ અને જ્હૉન ક્રો રૅન્સમ વચ્ચે ખૂબ ચર્ચા જગાવી છે. પ.ના.