ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યુગચેતના

Revision as of 11:45, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''યુગચેતના(Zeitgeist'''</span> ત્સાય્ટગાય્સ્ટ) : આ જર્મન સંજ્ઞા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


યુગચેતના(Zeitgeist ત્સાય્ટગાય્સ્ટ) : આ જર્મન સંજ્ઞા કોઈ ચોક્કસ યુગ કે ગાળાના મહત્ત્વના મિજાજને કે એના અભિગમને નિર્દેશે છે; જેમાં રુચિ કે સંસ્કૃતિનો સર્વસામાન્ય પ્રવાહ કે એની લાક્ષણિકતા પ્રગટ હોય. જેમકે ગુજરાતી સાહિત્યના ગાંધીયુગમાં ગાંધીજીના પ્રભાવ હેઠળ વિશ્વબંધુત્વની અને સત્ય-અહિંસાની ભાવના કેન્દ્રસ્થ રહી. ચં.ટો.