ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રણજિતરામચન્દ્રક

Revision as of 12:04, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રણજિતરામચન્દ્રક'''</span> : ૧૮૯૮માં ‘સોશિયલ ઍન્ડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રણજિતરામચન્દ્રક : ૧૮૯૮માં ‘સોશિયલ ઍન્ડ લિટરરી એસોશિયન’ નામે આરંભાઈને ૧૯૦૪માં નવું નામ ધારણ કરનારી ગુજરાત સાહિત્યસભા દ્વારા એના આદ્યસ્થાપક રણજિતરામ વાવાભાઈ મહેતાની સ્મૃતિમાં દર વર્ષે ‘ગુજરાતની સંસ્કારિતામાં પોતાની નિર્માણશક્તિથી દીપતા સાહિત્યકાર કે કલાકારને અપાતો ચન્દ્રક. સાહિત્ય, સંગીત, ચિત્ર, શિક્ષણ, પત્રકારત્વ, સાહિત્યસંશોધન-સંપાદન, નાટક, વૈદક, પુરાતત્ત્વવિદ્યા જેવાં અનેક વિદ્યા અને કલાક્ષેત્રોમાંની વિરલ સેવા માટે અપાતા આ ચન્દ્રકથી સન્માનિત થયેલા સર્જકો આ પ્રમાણે છે : ઝવેરચંદ મેઘાણી (૧૯૨૮), ગિજુભાઈ બધેકા (૧૯૨૯), રવિશંકર રાવળ (૧૯૩૦), વિજયરાય વૈદ્ય (૧૯૩૧), રમણલાલ દેસાઈ (૧૯૩૨), રત્નમણિરાવ જોટે (૧૯૩૩), ‘સુન્દરમ્’ (૧૯૩૪), વિશ્વનાથ ભટ્ટ (૧૯૩૫), ચંદ્રવદન મહેતા (૧૯૩૬), ચુનીલાલ વ. શાહ (૧૯૩૭), કનુ દેસાઈ (૧૯૩૮), ઉમાશંકર જોશી (૧૯૩૯), ધનસુખલાલ મહેતા (૧૯૪૦), જ્યોતીન્દ્ર દવે (૧૯૪૧), રસિકલાલ છો. પરીખ (૧૯૪૨), પંડિત ઓમકારનાથજી (૧૯૪૩), વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (૧૯૪૪), ગુણવંતરાય આચાર્ય (૧૯૪૫), ડોલરરાય માંકડ (૧૯૪૬), હરિનારાયણ આચાર્ય (૧૯૪૭), બચુભાઈ રાવત (૧૯૪૮), સોમાલાલ શાહ (૧૯૪૯), પન્નાલાલ પટેલ (૧૯૫૦), જયશંકર ‘સુંદરી’ (૧૯૫૧), કેશવરામ શાસ્ત્રી (૧૯૫૨), ભોગીલાલ સાંડેસરા (૧૯૫૩), ચંદુલાલ પટેલ (૧૯૫૪), અનંતરાય રાવળ (૧૯૫૫), રાજેન્દ્ર શાહ (૧૯૫૬), ચુનીલાલ મડિયા (૧૯૫૭), કૃષ્ણલાલ શ્રીધરાણી (૧૯૫૮), જયંતિ દલાલ (૧૯૫૯), હરિપ્રસાદ શાસ્ત્રી (૧૯૬૦), ઈશ્વર પેટલીકર (૧૯૬૧), રામસિંહજી રાઠોડ (૧૯૬૨), હરિવલ્લભ ભાયાણી (૧૯૬૩), મનુભાઈ પંચોળી ‘દર્શક’ (૧૯૬૪), બાપાલાલ વૈદ્ય (૧૯૬૫), હસમુખ સાંકળિયા (૧૯૬૬), ઝીણાભાઈ ર. દેસાઈ ‘સ્નેહરશ્મિ’ (૧૯૬૭), મંજુલાલ મજમુદાર (૧૯૬૮), નિરંજન ભગત (૧૯૬૯), શિવકુમાર જોશી (૧૯૭૦), સુરેશ જોષી (૧૯૭૧), નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’ (૧૯૭૨), પ્રબોધ પંડિત (૧૯૭૩), હીરાબહેન પાઠક (૧૯૭૪), રઘુવીર ચૌધરી (૧૯૭૫), જયન્ત પાઠક (૧૯૭૬), જશવંત ઠાકર (૧૯૭૭), ફાધર વાલેસ (૧૯૭૮), મકરન્દ દવે (૧૯૭૯), ધીરુબહેન પટેલ (૧૯૮૦), લાભશંકર ઠાકર (૧૯૮૧), [અંગત માન્યતા અનુસાર એમણે સાભાર અસ્વીકાર કર્યો હતો પણ પછીથી સ્વીકાર્યો છે.], હરીન્દ્ર દવે (૧૯૮૨), સુરેશ દલાલ (૧૯૮૩), ભગવતીકુમાર શર્મા (૧૯૮૪), ચંદ્રકાન્ત શેઠ (૧૯૮૫), રમેશ પારેખ (૧૯૮૬), સિતાંશુ યશશ્ચંદ્ર (૧૯૮૭), બકુલ ત્રિપાઠી (૧૯૮૮), વિનોદ ભટ્ટ (૧૯૮૯), નગીનદાસ પારેખ (૧૯૯૦), રમણલાલ ના. મહેતા (૧૯૯૧), યશવન્ત શુક્લ (૧૯૯૨), અમૃત ‘ઘાયલ’ (૧૯૯૩), ધીરુભાઈ ઠાકર (૧૯૯૪), ભોળાભાઈ પટેલ (૧૯૯૫), રમણલાલ સોની (૧૯૯૬), ગુણવંત શાહ (૧૯૯૭), ગુલાબદાસ બ્રોકર (૧૯૯૮), ‘મધુ રાય’ (૧૯૯૯), ચી. ના. પટેલ (૨૦૦૦), નારાયણ દેસાઈ (૨૦૦૧), ચન્દ્રકાન્ત ટોપીવાળા (૨૦૦૨), મધુસૂદન પારેખ (૨૦૦૩), રાધેશ્યામ શર્મા (૨૦૦૪), વર્ષા અડાલજા (૨૦૦૫), રાજેન્દ્ર શુક્લ (૨૦૦૬), મોહમ્મદ માંકડ (૨૦૦૭), ધીરુભાઈ પરીખ (૨૦૦૮), ચિમનલાલ ત્રિવેદી (૨૦૦૯), મધુસૂદન ઢાંકી (૨૦૧૦), ધીરેન્દ્ર મહેતા (૨૦૧૧), સુનીલ કોઠારી (૨૦૧૨), નલિન રાવળ (૨૦૧૩), પ્રવીણ દરજી (૨૦૧૪), કુમારપાળ દેસાઈ (૨૦૧૫). ર.ર.દ., ઈ.કુ.