ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂપાભાસપદ્ધતિ

Revision as of 15:47, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રૂપાભાસપદ્ધતિ (Anamorphosis)'''</span> : વસ્તુને ઓળખી ન શકાય એ ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



રૂપાભાસપદ્ધતિ (Anamorphosis) : વસ્તુને ઓળખી ન શકાય એ રીતે એની વિરૂપીકૃત રજૂઆત કરતાં ચિત્રને કોઈ ચોક્કસ ખૂણેથી કે કોઈ ચોક્કસ પ્રકારના અરીસામાંથી જોવામાં આવે તો એ વસ્તુ સ્વાભાવિક રૂપમાં દેખાય છે. આવી ચિત્રપદ્ધતિ આ સંજ્ઞાથી ઓળખાય છે. ‘પરિપ્રેક્ષ્ય’, ‘પારદર્શકતા’, ‘દૃષ્ટિબંદુ’ જેવી સંજ્ઞાઓ ચિત્રકલાક્ષેત્રથી જેમ વિવેચનક્ષેત્રે આવી છે, તેમ આ સંજ્ઞાનો પણ વિવેચનક્ષેત્રે વિનિયોગ શરૂ થયો છે. માઈકલ રિફાતેરે કાવ્યવિચલનોને ઓળખાવતાં આરંભમાં દુર્બોધ લાગતી રચના અંત તરફ પહોંચતાં ઘટકોની અન્વિતિ દ્વારા કઈ રીતે અખિલાઈનો સંસ્કાર રચે છે એની પ્રક્રિયા આ સંજ્ઞાથી દર્શાવી છે. આ સંજ્ઞા દ્વારા લેખકના દૃષ્ટિબિંદુને, એના આશયને લક્ષમાં લેવાનો સંદર્ભ નિહિત છે. ચં.ટો.