ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિહાસિક

Revision as of 12:26, 30 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિહાસિકા(Droll)'''</span> : મોટેભાગે નૃત્ય તેમજ સંગીત સાથે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિહાસિકા(Droll) : મોટેભાગે નૃત્ય તેમજ સંગીત સાથે રજૂ થતો રમૂજી નાટ્યાત્મક ટુકડો. ૧૬૪૯-૬૦માં જ્યારે નાટ્યગૃહો બંધ કરવામાં આવ્યાં હતાં, ત્યારે મેળાવડાઓમાં આવા ટુકડાઓ રજૂ કરવામાં આવતા હતા. આ પ્રકારની વિહાસિકાઓ શુદ્ધિવાદીઓના (puritans) પ્રતિબંધમાંથી છટકવાનાં સૂક્ષ્મ સાધનો હતી. નવી દિલ્હીમાં કટોકટી દરમ્યાન કેટલાંક ‘નુક્કડ-નાટકો’ ભજવાયાં હતાં તેનું સ્વરૂપ વિહાસિકાની નજીકનું છે. પ.ના.