ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભૂમિકા

Revision as of 11:25, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભૂમિકા/પાર્શ્વભૂ (Background) : મૂળે ચિત્રકલાના સંદર્ભમાં પ્રયોજાતી આ સંજ્ઞા તેના વિશેષ અર્થમાં સાહિત્યિક કૃતિના વિવેચન માટે પ્રયોજવામાં આવે છે. ચિત્રની મુખ્ય વિગતને ઉપસાવવામાં તેને અનુકૂળ પાર્શ્વભૂની ઝીણવટભરી વિગતો મહત્ત્વનો ભાગ ભજવે છે. કથાસાહિત્યમાં સ્થળવિશેષનાં વર્ણનોમાં આ પ્રવિધિ ચિત્રકળાની માફક જ પ્રયોજવામાં આવે છે. નવલકથાના શરૂઆતના ભાગમાં તેની અસરકારક માંડણી કરવા માટે લેખક, સ્થળ, કાળ, પાત્રાલેખન આદિ વિગતો દ્વારા કથાના મૂળ વસ્તુને ઉપસાવવાના હેતુથી ભૂમિકા બાંધે છે – તે અર્થમાં પણ આ સંજ્ઞા પ્રયોજાય છે. કોઈ એક સર્જકના સમગ્ર સાહિત્યનું મૂલ્યાંકન કરતી વખતે તેની વૈચારિક ભૂમિકા(Intellectual Background) અને તેની અંગત ભૂમિકા(Personal Background) અંગે વિચાર કરવાનું પણ વલણ છે. પ.ના.