ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લેખકનો હસ્તક્ષેપ

Revision as of 12:44, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લેખકનો હસ્તક્ષેપ(Editiorial Intrusion) : કાવ્ય દ્વારા રહી જવા પામતા પરિપ્રેક્ષ્યને ઉમેરવા કે સમજાવવા કાવ્યના કથકને અટકાવી કવિનો થતો સીધો હસ્તક્ષેપ કાવ્યવિકાસમાં અણધાર્યું વિઘ્ન લાવે છે, તેથી આ રચનાપ્રપંચને કાવ્યનિયંત્રણની ક્ષતિ કહેવાય છે. ચં.ટો.