ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લેશ

Revision as of 12:44, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લેશ : સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં વર્ણવેલો ગુણમાં દોષ અને દોષમાં ગુણ રૂપે વિપરીત ગ્રહણથી પમાતો અલંકાર. જેમકે ‘મધુર વાણી ઉચ્ચારીને શુક-સારિકા કેદ થાય છે’માં ગુણનું દોષવત્ વર્ણન છે, તો ‘અન્ય વૃક્ષો વિરાજે છે ત્યારે ચંદનવૃક્ષ કપાય છે’માં દોષનું ગુણવત્ વર્ણન છે. ચં.ટો.