ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સજીવારોપણ

Revision as of 07:38, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સજીવારોપણ(Personification) : કવિતામાં અત્યંત પ્રચલિત અલંકાર, કૃતિમાં નિર્જીવ પદાર્થ કે અમૂર્ત વિચારોને જીવંત પાત્ર તરીકે નિરૂપવામાં આવે અથવા તેમાં જીવંત પાત્રની લાક્ષણિકતાનું આરોપણ કરવામાં આવે ત્યારે આ અલંકારનો ઉપયોગ થયો ગણાય. જેમકે ‘બારીમાંથી ગગન પાડતું સાદ, સાદ ના પાડો’ (ચંદ્રકાન્ત શેઠ); ‘શહેરી થાંભલાઓ સાંભળે છે.’/અતિ ઝાંખા ધુમાડાના અવાજો’ (મનહર મોદી) ચં.ટો.