ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંભાવ્ય લેખક
Revision as of 15:54, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
સંભાવ્ય લેખક(Implied author) : વેન બૂથે(Wayne Booth) આ સંજ્ઞા આપી છે. વાચકો સાહિત્યકૃતિ પરથી સાહિત્યકૃતિને તેને આકાર અને અર્થ આપનાર લેખકનું અનુમાન કરે છે અને સાહિત્યકૃતિ પાછળ રહેલા વ્યક્તિત્વની કલ્પના કરે છે. આ સંભાવ્ય લેખક વાસ્તવમાં જે લેખક છે એનાથી તદ્દન જુદો હોઈ શકે.
ચં.ટો.