ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવાદખંડો

Revision as of 16:10, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંવાદખંડો(Conversation Pieces) : સંવાદખંડોમાં પદ્ય અને ગદ્યની વચ્ચેનું ભાષાસ્વરૂપ (સંવાદકાવ્ય, સંવાદનાટ્ય) પ્રયોજાય છે. આ પ્રકારની કૃતિઓ કોઈક નાટ્યાત્મક ઘટનાને બે કે ત્રણ પાત્રોની વચ્ચેના સંવાદની પદ્ધતિએ રજૂ કરે છે. ચં.ટો.