ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રમેની-રમૈની-રવેણી

Revision as of 11:54, 10 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રમેની/રમૈની/રવેણી'''</span> : સંતવાણી ઝીલતો, ચોપાઈ અને દ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



રમેની/રમૈની/રવેણી : સંતવાણી ઝીલતો, ચોપાઈ અને દોહરાબંધ ધરાવતો મધ્યકાલીન કાવ્યપ્રકાર. ગોરખનાથકૃત ‘પ્રાણસંકલી’ માત્ર દોહાબદ્ધ રચના છે. કબીરે કૃતિના આરંભે પાંચ-છ ચોપાઈ અને અંતે સારબોધ કરાવતા દોહરા-સાખીના મિશ્રપ્રયોગથી રમેણી/રમૈની/રવેણી કાવ્યપ્રકાર યોજ્યો છે. ગુજરાતીમાં અખાએ દોહાબદ્ધ રમેણી રચી છે. ર.ર.દ.