ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રહસન

Revision as of 10:31, 13 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રહસન જુઓ, રૂપક

પ્રહસન (Farce) : આ નાટ્યસ્વરૂપ આરંભમાં કોઈ મુખ્ય નાટકના બે અંકોની વચમાં ભજવવામાં આવતી હાસ્યનાટિકા તરીકે અસ્તિત્વમાં આવ્યું. સ્તવંત્ર રૂપે હાસ્યનાટકના એક પ્રકાર તરીકે તેનો ધીમે ધીમે વિકાસ થયો. અતિશયોક્તિપૂર્ણ તેમજ ઉપરછલ્લું હાસ્ય જન્માવતાં આ પ્રકારનાં નાટકો એકાંકી અને ત્રિઅંકી બંને સ્વરૂપે જોવા મળે છે. ગંભીર નાટકોમાં પણ હાસ્ય-વિશ્રાન્તિ (comic relief)ના હેતુસર પ્રહસન જેવાં દૃશ્યોનો સમાવેશ કરવામાં આવે છે. પ.ના.