આત્માની માતૃભાષા/62

Revision as of 07:29, 18 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉમાશંકરભાઈનાં મુક્તકો-લઘુકાવ્યોનું ભાવવિશ્વ — એક આસ્વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉમાશંકરભાઈનાં મુક્તકો-લઘુકાવ્યોનું ભાવવિશ્વ — એક આસ્વાદ

યૉસેફ મેકવાન

સંસ્કૃતિ


ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડાં, ના કદી થડ;
રૂઢિઓ ખરતી રુક્ષ, ટકી ર્હે સંસ્કૃતિ-વડ.
અમદાવાદ, ૧૯-૮-૧૯૪૫

નાનાની મોટાઈ


મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.
અમદાવાદ, ૬-૪-૧૯૪૯

ઝંખના

ઝંઝા કેરી પુત્રી છો હોય ક્રાન્તિ,
હૈયે લ્હેરે ખેતરો કેરી શાન્તિ.
પેઇચિંગ, નવું વર્ષ: ૧૯-૧૧-૧૯૫૨

રીઝે બાળક જોઈ જેને—

બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને,
વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હૃદય હૃદયનાં વંદન તેને.
અમદાવાદ, જાન્યુઆરી ૧૯૬૫


ત્રણ વાનાં


ત્રણ વાનાં મુજને મળ્યાં : હૈયું, મસ્તક, હાથ.
બહુ દઈ દીધું, નાથ! જા, ચોથું નથી માગવું.
અમદાવાદ, ૧૯૭૭

વસંત છે


તમે કહો છો વસંત છે
પણ પંખીને કહો છો: ચૂપ!
અમને સૌને દર્પણ સમજીને
જોયાં કરો છો પોતાનું રૂપ.
… …
અમદાવાદ, ૩૦-૩-૧૯૭૬

લઢ્યો ઘણું

લઢ્યો ઘણું, છેવટ મારી સાથે;
મળ્યું ન કો, આત્મસમાન જે ન હોય.
ચાહ્યે ગયો વ્યક્તિ પૂંઠેની વ્યક્તિને.
પ્હોંચ્યો મુકામે, લઈ સ્કંધ થેલો,
થતો શરૂ ત્યાં જ નવો પ્રવાસ કો.
મૉસ્કો, ૨૩-૯-૧૯૭૮