પુરાતન જ્યોત/૩. નિદાનાં નીર

Revision as of 10:25, 6 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. નિદાનાં નીર|}} {{Poem2Open}} વારે વારે કહું મારા દલડાની વાત જાડે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩. નિદાનાં નીર


વારે વારે કહું મારા દલડાની વાત જાડેજા કરી લે ભવાયું, થોડાં જીવણાં રે જેસલ જી!

હરખેડ મેં તો હાલી માર્યો

પાદર લૂંટી પાણિયારી;

કાઠી રાણી, પાપ પ્રકાશ્યો ધણી આગળે

રે જેસલ જી!

તોરણ આવ્યો મોડબંધો મેં માર્યો 

પીઠિયાળાનો નૈ પાર;

કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળે જી!

ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી અમારા અવગુણુનો નૈ પાર;

કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળે જી!

ચોવીસ વરસ સુધી ચોરિયું કીધી અમારા અવગુણનો નૈ પાર;

કાઠી રાણી, પાપ પરકાશ્યો ધણી આગળ જી! 

અંજાર શહેરના લોકોમાં અચરજ પ્રવતી ગયું. લૂંટારો જેસલ કોઈ બાઈને લઈ આવ્યો છે. એની આગળ બેઠો બેઠો ચોધાર રોયા કરે છે. દાઢીમૂછ અને માથું મુંડાવીને જેસલે તો ધોળાં લૂગડાં ધર્યા છે. ગળે માળા પહેરી છે. “તોળલ સતી! બહુ પાપકામાં કર્યા છે મેં — હું મોતને દેખી ગાભરો બન્યો ત્યારથી જ મને ખબર પડી ગઈ છે કે હું હિચકારો છું.” “તો જાડેજા, હવે ભલાયું કરીલ્યો. ને જેસલજી, રુદન કર્યે શો માલ છે? ઓ મારા ભાઈ, ‘થોડાં જીવણાં એ જી!' જીવતર છે.” “સતી, શું કરું?” "સાહેબધણીને ભજો.” "ક્યાં છે તારો એ સાહેબધણી! હું એને ક્યાં ગોતું?” તારો મુંને સાહેબ બતાવ તોળી રાણી!

કરી લે ભલાયું; થોડાં જીવણાં રે જેસલજી! 
ચાલી આવે જોગીની જમાત જાડેજા!

તેમાં તો સાયબો મારો રાસ રમે જેસલજી!

અવર બાવાને ભગવો ભેખ જાડેજા!

સાયબાને પીતામ્બર પાંભડી જેસલજી!

હરણાં ચરે લખ ચાર જાડેજા!

તેમાં સાયબો મારો એકલસીંગી જેસલજી!

અવર રોઝાંને દો દો શીંગ જાડેજા!

સાયબાને સોનેરી શીંગ જેસલજી!

અવર રોઝાંને ખાવા ઘાસ જાડેજા!

સાયબાને કસ્તૂરી કેવડો જેસલજી!

બોલ્યાં બોલ્યાં તોળાંદે નાર જાડેજા!

સતીએ ગાયો હરિનો ઝૂલડો રે જી! "જેસલ જાડેજા! મારો ધણી નથી કોઈ આભની અટારીએ, નથી કોઈ ગેબી જગ્યામાં. જુઓ. આ સાધુડાં અતિથિ આવે તેમાં મારો હરિ છે, આ હરણાં ચરે તેમાંય મારો હરિ છે.”

"હું એને શી રીતે પામું?” 

ફળે મુંજાં ભાઈડાનો ભાવ હાં રે હાં, કાઠી રાણી તોરલ! અમને તારજો હો જી;

હાં રે હાં, જેસલ જગનો ચોલટો હો જી.

જેસલ ખાતો ચારે ખંડનો માલ;

હાં રે હાં, સંગત્યું કીજે જેસલ સંતની હો જી.

વસિયેં પુલા ભેળો વાસ હો જી, હાં હાં, કાઠી રાણી તોરલ અમને તારજો હો જી,

હાં રે હાં, કાઠી રાણી મુખથી ઓચર્યાં જી.

જેસલ, કપડાં ધોઈ લાવ!

હાં રે હાં, ઈ રે મારગડે શૂરા મળે, 

તેને પાછી વાળી ઘેર લાવ હાં હાં, — કાઠી રાણીo

હાં રે હાં, જેસલ નથી પૂગ્યાં નીર સરોવરે જી. 

નથી બોળ્યો નીરમાં રે હાથ;

હાં રે હાં અધવચ ઊજળાં હોઈ રિયાં,

તોળી તારો સાયબો બતાવ!

હાં રે હાં જેસલ જામૈયો રચાવો હો જી,

તેમાં વરણ તેડાવો અઢાર;

હાં રે હાં મોટા મોટા મુનિવર આવશે હો,

જેસલ રે'જો હુંશિયાર —

હાં રે હાં, કળજગમાં જેસલ નિંદા ઘણી હો જી.

નિંદાની પડશે ટંકશાળ;

હાં રે હાં નિંદા સુણીને સાધુ નિર્મળા હો જી.

જેસલ ઊતરે શિરભાર —

હાં રે હાં, જેસલને ઘરે ધણી માટે આવી મળ્યા, 

સતી તોરલ કરે આરાધ;

હો રે હો જૂનો રે જાડેજો એમ બેલિયા,

તોળી તારો સાયબો સંચિયાત.

અંજારની વસ્તીનું અઢારે વરણ જોઈ રહ્યું. આ જેસલ જાડેજો ક્યાં જાય છે? માથે ગાંસડી શેની છે? એલી બાયડીનાં લૂગડાં ધોવા જાય છે આ તો! આટલો બધો રાંક કેમ બની ગયો હશે? સરોવરની પાળે જેસલ તોળલના ઘાઘરા, સાડલા ને કપડાં ધુએ છે. લોકો એની નિંદા કરે છે. "જેસલ જાડેજા,” તોરલ કહે છે: “શરમાશો નહીં. આ કલિયુગમાં તો નિંદાની ટંકશાળ પડશે. એ નિંદાનાં નીર થકી જ સાધુજનો નિર્મળાં બને છે. એ નિંદાથી જ શિર પરનો ભાર ઊતરશે.” નિંદાતો નિંદાતો જેસલ નવાણે – પહેાંચ્યો ન પહોંચ્યો ત્યાં તો દેહ એને ઊજળું બ