પરકમ્મા/મુખપૃષ્ઠ-2

Revision as of 12:35, 12 January 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મુખપૃષ્ઠ-2
પરકમ્મા
ઝવેરચંદ મેઘાણી



સાચો સુયશ

અભ્યાસ પ્રેમી ગુજરાતને ખોળે મારા જીવન-
ના આદ્ય ધ્યેય સમા લોકસાહિત્યના સંશો-
ધનનો આ નિષ્કર્ષ મૂકું છું. તે પ્રસંગે મારા
મનની ઊંડી વ્યથાભરી એક જ વાત કહી
નાખું છું : યથાશક્તિ મેં મારા એક જ પ્રાંતની
લોકવાણીનું આટલું સંશોધન ને દોહન કર્યું.
મનોરથ તો ગુજરાતભરના જૂના વાણી
પોપડા ઉકેલવાનો હતો : પણ એ તો મનની
મનમાં જ રહી. હવે હું યુનિવર્સિટીના મહા-
લયમાં વિચારનારા હજારો ગુજરાતી જુવાનોને
આ સાદ પાડું છું કે થોડાક તો નીકળો, કોઈક
તો કમ્મર કસો! પણ રાનીપરજ ને કાળી-
પરજ, આપણા ભીલો ને ધારાળાઓ, આપણી
સવિશાળ રત્નાકરપટ્ટીના કાંઠાળવાસી નાવિકો
અને નાખુદાઓ, તેમની પાસે હજુય સચવાઈ
રહેલી લોકવાણીને વીણી લાવી યુનિવર્સિટી-
ને દ્વારે હાજર કરો. સાચો સુયશ ત્યાં જ
સાંપડશે – આપણને ને આપણી વિદ્યાપીઠને
૧૯૩૯ ‘લોકસાહિત્ય’ના નિવેદનમાં