કંકાવટી/ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત
Revision as of 11:47, 24 January 2022 by MeghaBhavsar (talk | contribs)
ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત
ચાંદા! ચાંદલી શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે?
...ભાઈ[૧] ગ્યા છે દરબાર
ઘોડે ચડીને ઘેરે આવશે રે.
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોળ
...વહુ[૨] (બેન) ગોર્ય પૂજશેરે.
- અહીં તમારા પોતાનાં ભાઈ-ભાભીનાં નામ મુકાય.
- અહીં બહેન વ્રત કરતી હોય તો બહેનનું નામ લેવાય.