યુગવંદના/ઉચ્ચ મસ્તક

Revision as of 09:11, 27 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉચ્ચ મસ્તક|}} <poem> મા, સર્વથી વ્હાલું તને હો ઉચ્ચ મસ્તક! બેડી,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઉચ્ચ મસ્તક

મા, સર્વથી વ્હાલું તને હો ઉચ્ચ મસ્તક!
બેડી, રસી, ફાંસી ભલે હો, ઉચ્ચ મસ્તક!
ભૂખી અને પ્યાસી ભલે હો, ઉચ્ચ મસ્તક!
મે’ણાં જૂઠાણાંની ઝડી હો, ઉચ્ચ મસ્તક!
કૂડની કલેજે શારડી હો, ઉચ્ચ મસ્તક!
કરવા ખુલાસા થોભતી ના, ઉચ્ચ મસ્તક!
બેબાકળી બિલકુલ થતી ના, ઉચ્ચ મસ્તક!
૧૯૩૮