વેણીનાં ફૂલ/દાદાજીના દેશમાં
Revision as of 11:28, 29 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દાદાજીના દેશમાં|}} <poem> હાં રે બેની! હાલો દાદાજીના દેશમાં પ્ર...")
દાદાજીના દેશમાં
હાં રે બેની! હાલો દાદાજીના દેશમાં
પ્રેમસાગર પરભુજીના દેશમાં - હાં રે૦
મધુર મધુર પવન વાય
નદી ગીતો કૈં ગાય
હસી હોડી વહી જાય
મારા માલિક રાજાજીના દેશમાં - હાં રે૦
સાત દરિયા વીંધીને વ્હાણ હાલશે,
નાગ-કન્યાના મ્હેલ રૂડા આવશે,
એની આંખોમાં મોતી ઝરતાં હશે!
હાં રે બેની! હાલો મોતીડાંના દેશમાં - હાં રે૦
સાત વાદળ વીંધીને વ્હાણ લઈ જશું,
ત્રીશ કોટિ તારાની સાથ ખેલશું,
ચંદ્ર સૂરજ ખીસામાં ચાર મેલશું!
હાં રે સખી! હાલો, ચાંદરડાના દેશમાં - હાં રે૦