વેણીનાં ફૂલ/તારી વાડીને શેઢે

Revision as of 12:05, 29 January 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તારી વાડીને શેઢે

ઉંચા કરી તારા હાથને
ઉભો બે ઘડી રે'જે
બાળા રાજા! તને તેડશું
અમ મેઘલ દેશે!

ના રે બાપુ! મારી માવડી
વાટ્યું જોશે ને રોશે!
સુણી વાદળ કેરાં બાલુડાં
હસી જાય વિદેશે.
(સાખી)
તું બનશે મુજ ચંદ્રમા! હું બનું વાદળ-બાળ,
અગાશીના આકાશમાં રમશું રમત રસાળ
માડી મને બાળ બોલાવે - પેલાં૦